તારીખ 7 12 2024 ને શનિવારના રોજ બપોરના 12 કલાકે રેડ ક્રોસ સોસાયટી દાહોદ ખાતે દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળની એક સભા પ્રવેશમાં અગ્રણીઓ સર્વે શ્રી મનુભાઈ રાવલ ભાસ્કરભાઈ પટેલ જેવી પટેલ અમૃતભાઈ ભરવાડ અને પીડી સોલંકી ની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લામાં મોટી સંખ્યામાં સંચાલકોની ઉપસ્થિતિમાં યોજવામાં આવી જેમાં સંચાલક મંડળને લગતા પ્રશ્નોની તેમજ ભરતી બાબતની ચર્ચા કરી પ્રદેશના આગેવાનોએ એ અંગે સરકારમાં યોગ્ય રજૂઆત કરવાની વાત કરી દરેકે પ્રાસંગી પ્રવચનો કર્યા જેમાં સંચાલક મંડળ પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી કાર્યક્રમમાં ના અંતમાં દાહોદ જિલ્લાના સંગઠનના માળખું બનાવવાનું જેમાં પ્રમુખ તરીકે શશીકાંતભાઈ કટારા અધ્યક્ષ તરીકે શ્રી ગોપાલભાઈ ધાનકા મહામંત્રી તરીકે કિરીટભાઈ પરમાર ઉપપ્રમુખ તરીકે પ્રેમ પ્રેમશંકર કડિયા તેમજ અન્ય હોદ્દાઓ ઉપર જિલ્લાના જુદા જુદા સંચાલકોને નિયુક્ત કરવામાં આવ્યા નવા વરાયેલા હોદ્દેદારોને રાજ્ય સંઘના પદાધિકારીઓએ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈશ્વરભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યો તથા કાર્યક્રમની આભાર વિધિ શશીકાંતભાઈ કટારા દ્વારા કરવામાં આવી અને સભાને પૂર્ણ જાહેર કરવામાં આવી.
આ સભાના કાર્યક્રમમાં ચંદ્રિકાબેન બારીયા ધીરજભાઈ પંચાલ વોમલસિંહ પટેલ ચંદ્રભાઈ ભાભોર કનુભાઈ ડામોર મુકેશભાઈ પરમાર કલાભાઈ પણેનિયા જેવા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.