Rakesh Maheta – Arvalli Bureau
ગુજરાત રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે છેલ્લા 10 વર્ષથી કરાર આધારિત આ તબીબો સેવા આપી રહેલ આપી છે. જેઓને કાયમી કરવા માટે સાત વર્ષમાં અનેક વખત ગુજરાત સરકાર, આરોગ્ય કમિશ્નર તથા જીલ્લા વડા ને રજૂઆત કરેલ છે. તેમ છતાં તેઓના પેટનું પાણી પણ હાલતું નથી જેથી રાજ્યના તમામ આયુષ ડોકટરોએ તારીખ 11/4/2016 ના રોજ હડતાલ પર ઉતરીને અમદાવાદ ખાતે વિરાટ મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યો હતો જયારે તારીખ 12 અને 13 એપ્રિલના રોજ ધરણા અને સભાઓ યોજી અમદાવાદ કલેકટરને આવેદનપત્ર આપીને જણાવેલ કે જો તેમની માંગણીઓનું નિરાકરણ નહિ આવે તો તેઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જશે એવું તેમના પ્રમુખ ઉધ્યનભાઈ રાવલ, કાર્યકારી પ્રમુખ રેશ્માબેન પટેલ તથા મહામંત્રી પરાગભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું અને જો આ માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો રાજ્યભરમાં આંદોલનની શહેણાંઈઓ વાગશે.