RAKESH MAHETA ARVALLI BUREAU
ગુજરાત સરકારે ધોરણ 9 થી 12 સુધી ની સેમિસ્ટર પદ્ધતિ રદ કરી અને વિધ્યાર્તીઓ ને નિટ માટે ખૂટતા અભ્યાસક્રમ ની પુરવણીઓ વિદ્યાર્થીઓ ને આપશે એવી જાહેરાત ગુજરાત ના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.તેઓએ જણવ્યું હતું કે ધોરણ 10 અને 12 ની પરીક્ષા ઉચ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ લેશે જયારે ધોરણ 11 અને 12 ની સેમિસ્ટર ની પરીક્ષાઓ જેતે શાળામાં લેવાશે.
શિક્ષણ મંત્રી એ જણવ્યું હતું કે જે JEE મેઈન છે તેને મરજીયાત કરવાનો અને ગુજકેટ ને દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તદઉપરાંત જે નિત ની તૈયારી માં છે તેના 15 તજજ્ઞોની ટીમ ને બેસાડીને ક્રમ cbse પ્રમાણે તૈયાર કરવામાં આવશે અને સરકાર એ પુરવણી અભ્યાસક્રમ પણ વિદ્યાર્થીઓ ને તુકાજ સમય માં ઓઉરો પડશે તેની ખાતરી આપી હતી. વર્ષ 2017-2018ની નીટ ની પરીક્ષામાં ચાલુ વર્ષે 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લીધેલ બાળકોને કોઈ પણ જાત ની મુશ્કેલીઓ નો સામનો ના કરવો પડે.
વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ,શૈક્ષણિક સંગઠનો,શૈક્ષણિક તજજ્ઞો અને વાલીઓ દ્વારા વારંવાર થતી રજૂઆત ને ધ્યાને લઇ અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લઇ અને સેમિસ્ટર પદ્ધતિ રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો.
