પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાના ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે સામાજિક અગ્રણી સાથે બેઠકમાં બક્ષીપંચ મોરચા પ્રમુખ મયંકભાઇ નાયકનું દાહોદ જિલ્લા અખિલ ભારતીય દરજી મહાસભા (રજી.) ગુજરાત પ્રદેશ દ્વારા તા.૨૦/૦૮/૨૦૨૩ ને રવિવારના રોજ ભવ્ય બહુમાન કરવામાં આવ્યું. આ બેઠકમાં દાહોદ, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદપુર જિલ્લાના અખિલ ભારતીય દરજી મહાસભા (રજી.) ગુજરાત પ્રદેશ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મંચસ્ત મહેમાનોનું સાલ તથા પુષ્પગુચ્છ આપી સમ્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંકભાઈ નાયક, પંચાયત તથા કૃષિ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, ગોધરાના સાંસદ રતનસિંહ રાઠોડ, અશ્વિનભાઈ પટેલ તથા સંતો મહંતો, આપણા ભારતીય સેના ના જવાનો તથા ચારે જિલ્લામાંથી આવેલ પદાધિકારીઓ તથા બક્ષીપંચ મોરચાના વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા