Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદછેલ્લા છ વર્ષથી અમદાવાદ શહેર તથા જુનાગઢ જીલ્લાના પોલેસ સ્ટેશનના ઘરફોડ ચોરીના...

છેલ્લા છ વર્ષથી અમદાવાદ શહેર તથા જુનાગઢ જીલ્લાના પોલેસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કુલ – ૪ ગુન્હોઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ પેરોલ ફર્લો સ્કોડ

નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી, પંચમહાલ ગોધરા રેન્જનાઓની સુચના હેઠળ પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા દાહોદનાઓએ જીલ્લામાં લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી, શરીર સબંધી ગંભીર ગુનાના તથા પેરોલ જમ્પ ફરારી, જેલ ફરારી આરોપીઓને ઝડપી પાડી અસરકારક કામગીરી કરવા સારુ જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ. જે આધારે પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એન.પરમાર તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ટીમના માણસો સાથે કતવારા પો.સ્ટે. વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની કામગીરીમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, (૧) અમદાવાદ શહેર આનંદનગર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૨૧/૧૮ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ મુજબ, (ર) અમદાવાદ શહેર આનંદનગર પો. સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨૨/૧૮ ઇ. પી. કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ, (૩) જનાગઢ જીલ્લાના વંથલી પો.સ્ટે.ફ ગુ.ર.નં. ૪૧૩/૨૨ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ તથા (૪) જુનાગઢ જીલ્લાના કેશોદ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૬૪૦/૨૨ ઇ.પી.કો.કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ વિગેરે મુજબના ગુન્હાઓના કામે નાસતો ફરતો આરોપી વિક્રમભાઇ દરીયાભાઇ જાતે. પરમાર, રહે.દશલા લખણકયાર ફળીયા, તા.જી. દાહોદનાઓ પોતાના ઘરે આવેલ હોવાની માહિતી આધારે તેના ઘરે જઇ તપાસ કરતા નાસતો ફરતો આરોપી વિક્રમભાઇ દરીયાભાઇ જાતે. પરમાર મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments