Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદછેલ્લા દસ વર્ષથી જેલમાં બંધ આશારામ બાપુને મુક્ત કરવા બાપુના સાધકોની માંગને...

છેલ્લા દસ વર્ષથી જેલમાં બંધ આશારામ બાપુને મુક્ત કરવા બાપુના સાધકોની માંગને નવનિર્માણ પાર્ટીએ આપ્યું સમર્થન

છેલ્લા દસ વર્ષથી જેલમાં બંધ આશારામ બાપુને મુક્ત કરવા બાપુના સાધકોની માંગને નવનિર્માણ પાર્ટીએ સમર્થન રાષ્ટ્રીય અધ્યક્ષ અતુલ દવે એ કહ્યું પાર્ટી 182 સીટો ઉપર ગુજરાતમાં ચુંટણી લડશે અને તેમાંથી 91 સીટો સંતો ને ફાળવવામાં આવશે.

ગુજરાત અને દેશમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોની અને આશ્રમોની જમીનો ખાલી કરાવવા દબાણ ઉભું કરવા તેમજ રાજકીય કારણોસર અનેક પરમ પૂજ્ય સંતો વિરુદ્ધ વિવિધ પ્રકારના કેસો કરાવવામાં આવી રહ્યાં છે. જેમાં ઘણાં કેસો પ્રથમ દ્રષ્ટિએ જોતાં જ શંકાસ્પદ લાગે છે, છતાં ગુનો દાખલ થઈ જાય પછી જેમનાં વિરુદ્ધ ગુનો દાખલ થયો છે એમને ન્યાયિક પ્રક્રિયા મુજબ પોતાનો બચાવ કરવાનો રહે છે. અમારું સ્પષ્ટ માનવું છે કે જે તે રાજ્ય સરકારોએ આવાં તમામ શંકાસ્પદ કેસોમાં ફેરતપાસ કરાવી ઉપજાવી કાઢેલા કેસો પરત ખેંચવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
ગુજરાત નવનિર્માણ સેના દ્વારા આ માંગણીને ટેકો આપતા ગુજરાત નવ નિર્માણ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અતુભાઈ દવે એ જણાવ્યું હતું કે મને ભાજપનો કોઈ વિરોધ નથી અમે પણ સનાતન ધર્મના સમર્થક છીએ પરંતુ પૂજ્ય સંત આશારામ બાપુ વિરુદ્ધ કરવામાં આવેલા કેસો પણ શંકા ઉપજાવે તેવા છે અને હાલમાં આ કેસોમાં ન્યાયિક પ્રક્રિયા ચાલુ છે. નામદાર સેશન્સ કોર્ટથી લઈને નામદાર સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય માટે લડવાનો જેમ દરેક નાગરિકને અધિકાર છે અને એ અધિકાર પૂજ્ય બાપુને પણ છે અને ન્યાયિક પ્રક્રિયા મુજબ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે પૂજ્ય બાપુ નામદાર સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશે અને મહત્વની વાત એ છે કે બાપુ હતા ત્યારે તેઓ સનાતન ધર્મની સતત ચિંતા કરતા હતા અને એ હતા ત્યારે મિશનરીઓ એટલી એક્ટિવ ન હતી અને એમના જેલમાં ગયા બાદ ગ્રામ્ય વિસ્તારમાં મિશનરીઓ દ્વારા તેમનો પ્રચાર કરી સંતો મહાંતોને અંતરિયાળ વિસ્તારમાંથી ભગાડી અને ધર્મ નું પરિવર્તન કરી મોટા પાયે શરૂ કરવામાં આવ્યું છે અને આ બધી તકલીફો અશારામજી બાપુ હતા ત્યારે આવા ધર્માંતરણના મુદ્દાઓ નહોતા થતા, તેવું મહંત કાલિદાસ મહારાજ દેકાવડા એ જણાવ્યું હતું, આ મામલે દાહોદની એક હોટલમાં ગુજરાત નવ નિર્માણ સેનાના અધ્યક્ષ અતુલ દવે દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાલિદાસ મહારાજ, શિવાનંદ સરસ્વતિ મહરાજ, દાન બાપુ તેમજ મહેશભાઈ કટારા અને બાપુના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments