દાહોદ જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.સુધીર જોશીના માર્ગદર્શન હેઠળ તેમજ સરકારી હોમિયોપેથી દવાખાનું, નીમ નળિયા, ઝાયડસ હોસ્પીટલના એમ.ઓ. ડૉ. મોનાબેન રાઠવાના સહયોગથી સરકારી નર્સિંગ કોલેજ, દાહોદની વિદ્યાર્થીનીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય વિષય ‘રોલ ઓફ નર્સિંગ ઇન પ્રિવેન્સન એન્ડ પ્રમોશન ઓફ હેલ્થ એન્ડ આયુષ સીસ્ટમ અવેરનેસ ’ હતો. આ વિષય પર મુખ્ય વક્તા ડૉ.સુધીર જોશીએ પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતીસભર સમજુતી આપી હતી. લોકોના સ્વાસ્થ્ય રક્ષણ અને સંવર્ધન માટે ફરજ કેવી રીતે બજાવવી તે અંગે વિસ્તાર પૂર્વક સમજણ આપવામાં આવી હતી.
વર્તમાન સમયના પડકારોમાં સ્વાસ્થ્ય સંવર્ધન આયુષના સિદ્ધાંતો દ્વારા કેવી રીતે કરી શકાય તે અંગે આયુર્વેદ – યોગ ઈત્યાદી વિષે માહિતી તથા નિદર્શન કરવામાં આવ્યું હતું. હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ વિષે ડૉ.મોનાબેન રાઠવા દ્વારા વિગતે સમજણ આપવા સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓમાં જ્ઞાન, આવડત, વર્તણુક તેમજ નેતૃત્વના ગુણો વિકસે તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સાથે આગામી દિવસોમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીની થીમ તથા તે બાબતે નવીન રચનાત્મક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.