દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દાહોદ ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના સહ અધ્યક્ષ સ્થાને સુપોષિત દાહોદ ICDS ની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝરની (SOP)’’ માટે વર્કશોપ યોજાયો હતો. ICDS યોજનાના તમામ લાભાર્થીઓને તમામ પ્રકારના લાભ મળે તે માટે આદર્શ આંગણવાડી કેન્દ્ર માટેની કામગીરી કેવી રીતે અને શું કરવી જોઈએ અને તેના આધારે આંગણવાડી કેન્દ્રનું શ્રેણીકરણ કરવા અંગે તાલીમ આપવા આવી હતી.
આ તાલીમનો હેતુ: – CDS યોજનાના તમામ લાભાર્થીઓને તમામ પ્રકારના લાભ મળે તે માટે આદર્શ આંગણવાડી કેન્દ્ર માટેની કામગીરી કેવી રીતે કરવી અને કામગીરીની ગુણવતા સુધારવા માટે શું કરવું અને તેના આધારે વર્કર હેલ્પર અને આંગણવાડીનું મૂલ્યાંકન કરવા માટેના ધારાધોરણો નક્કી કરવાની તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાત આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓના કવરેજ વધારીને વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપી પોષણ સ્તરમાં સુધારો લાવવો.
આ સુચનાનો અમલ દાહોદ જીલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા વર્કર હેલ્પર, મુખ્યસેવિકા, બ્લોક ન્યુટ્રેશન મેનેજર નેશનલ ન્યુટ્રીશન મેનેજર પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર બ્લોક કોર્ડીનેટર અને CDPO એ આદર્શ આંગણવાડી કેન્દ્રમાંથી યોજના તમામ લાભાર્થીઓને લાભ મળે તે માટે જરૂરી મદદ અને માર્ગદર્શન તમામ વર્કર અને હેલ્પરને પૂરું પાડીને અમલ કરાવવાનો રહશે.
આ પ્રસંગ જિલ્લા કલેક્ટરએ કહ્યું હતું કે, ઝુંબેશ સ્વરૂપે ૦૧ જાન્યુઆરીથી ૦૭ જાન્યુઆરી સુધીમાં આંગણવાડીના સમય બાદ ગામના તમામ બાળકો, કિશોરીઓ, ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓની નોંધણી પૂર્ણ કરવી. અને બાળકોની સાથે તેમના માતા પિતાની ગૃહ મુલાકાત કરી પોષણ સુધારા માટે શિક્ષણ આપવું જરૂરી છે. બાળકો કિશોરીઓ ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓને આપવામાં આપતી પોષણ કીટ નિયમિત વિતરણ કરવું, અને આંગણવાડી કેન્દ્ર પર બનાવેલ પૌષ્ટિક આહાર સ્વાદિષ્ટ અને પોષણયુક્ત બાળકોને મળી રહે તે બાબતે કાળજી રાખવી.
સાથે જ કલેકટરએ કહ્યું હતું કે આંગણવાડી કેન્દ્રના પાયામાં કામ કરતા આંગણવાડી વર્કર અને હેલ્પર સૌથી અગત્યનો ફાળો છે તેઓની ફરજ છે કે વધુમાં વધુ બાળકો આંગણવાડી કેન્દ્રો પર આવે અને નિયમિત પ્રવૃત્તિઓ કરે સાથે પૌષ્ટિક આહાર લે તે દિશામાં પ્રયત્નો કરવાના છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ કહ્યું હતું કે આંગણવાડી કેન્દ્રની નિયમિત મુલાકાત લઇ વધુમાં વધુ લાભાર્થીઓને લાભ અપાય, ૬ માસથી ૬ વર્ષના તમામ લાભાર્થીઓને આંગણાવાડી કેન્દ્ર પર બેસાડી Take-Home Ration માંથી વાનગી બનાવી ખવડાવવી કુપોષણ માથી સુપોષિત કરવા માટે ભાર આપવામાં આવ્યો છે. સાથે જ કહ્યુ કે, આંગણવાડી કેન્દ્રોની નિયમિત વિઝીટ કરવી જો વિઝીટ દરમ્યાન આંગણવાડી કેન્દ્રો પર બેદરકારી જોવા મળશે તો તાત્કાલીક અસરથી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા દાહોદ જિલ્લામાં ICDS વિભાગ તરફથી કરવામાં આવતી કામગીરી, આંગણવાડી કેન્દ્ર પર નિયમિત કરવામાં આવતી પ્રવૃત્તિ, હાજરી, અધિકારીઓની વિઝીટ, વિઝિટ દરમિયાન મળેલ સૂચનો, સાથે જ દાહોદ સુપોષિત ટ્રેકર વિવિશે જિલ્લા કલેક્ટરને માહિતગાર કર્યા હતા.
આ વર્કશોપમાં દાહોદ જિલ્લાના તમામ CDPO, મુખ્ય સેવિકા બહેનો, પા પા પગલી ઇન્સ્ટ્રક્ટર સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


