Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદજીલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વારા યોજાયલા વનમહોત્સવમાં નહેરૂ યુવા કેન્દ્રનાં યુવાઓ પણ...

જીલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વારા યોજાયલા વનમહોત્સવમાં નહેરૂ યુવા કેન્દ્રનાં યુવાઓ પણ સ્વયંસેવક તરીકે જોડાયા

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

નહેરુ યુવા કેન્દ્ર સંગઠન – ભારત સરકાર, જીલ્લાના યુવાઓ સાથે સંકળાઈને વિવિધ પ્રવૃત્તિઓ હાથધરી યુવાઓના વ્યક્તિત્વ વિકાસ, સમાજઘડતર અને રાષ્ટ્રવિકાસમાં સહભાગી બની રહયું છે. એજ ક્રમમાં સંગઠનનાં દાહોદ કેન્દ્ર દ્વારા સમર ઇન્ટર્નશીપ કાર્યક્રમ 2.0 નું આયોજન ૩૧ જુલાઈ ૨૦૧૯ સુધી યોજવામાં આવી રહયું છે.

દાહોદ જિલ્લામાં હાલમાં ૭૦મો વનમહોત્સવ ઉજવવામાં આવી રહયો છે. જીલ્લા યુવા સંયોજક અજીત જૈને જણાવ્યું કે આ વર્ષે સમર ઇન્ટર્નશીપ કાર્યક્રમ અંતર્ગત જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ રાબડાળ ખાતે યોજાવાયેલ વન મહોત્સવમાં એજ ગામના સ્વામી વિવેકાનંદ યુવા મંડળના પ્રતિનીધીઓએ સ્વયંસેવક તરીકે જોડાઈને વૃક્ષારોપણની કામગીરી કરી હતી. આ પ્રસંગે હાજર જિલ્લાના કલેકટર વિજય ખરાડી અને જીલ્લા વિકાસ અધિકારી આર.કે. પટેલ દ્વારા ઇન્ટર્નશીપ કાર્યક્રમની ગુણવત્તા વધારવા માટે યુવક મંડળોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments