જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મ. સાહેબ
સિગ્નલ, સાંઇનબોર્ડ અને સિગ્નેચર ની વ્યવસ્થા હશે તો જ તમારું જીવન બચી ને રહેશે.
દાહોદ ની ધન્યધારા પર પરમ પૂજ્ય રાજપ્રતિબોધક આચાર્ય દેવ શ્રીમદ શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મ. સાહેબ ” માનવ તું રાવણ તું રામ ” એ વિષય પર પ્રવચન આપતા ફાર્માવુયુકે.. આજે પણ લોકો રામ નું આલંબન લઇ જીવન સુધારી રહ્યા છે. હક્ક ની ચીજ નહોતી છતાં મેળવવાના પ્રયત્ન કર્યો તે રાવણ છે , પોતાનો હક્ક ની ચીજ હોવા છતાં છોડી દીધી તે રામ છે… સીતા બીજાની છતાં પકડવા દોડ્યો તે રાવણ .. ગાદી પર પોતાને બેસવાનું હતું કજાતા જંગલ માં ચાલ્યા ગયા … રામ પાસે મર્યાદા હતી … અને ત્યાગ વૃત્તિ હતી જ્યારે રાવણ પાસે આશક્તિ અને અહંકાર હતો.પહેલા રાવણ બનતા અટકવું પડશે પછી જ તમે રામ બની શકશો
( ૧ ) સિગ્નલ ની વ્યવસ્થા છે.
( ૨ ) સાંઇનબોર્ડ ની વ્યવસ્થા છે. અને
( ૩ ) સિગ્નેચર ની વ્યવસ્થા છે.
રેડ સિગ્નલ એટલે અટકવા ની વાત છે…. જ્યાં પણ પ્રલોભન આવે ત્યાંથી હતી જજો … જીવન બચી જશે… સાંઇનબોર્ડ એટલુ જ બતાવે છે… આ રસ્તે આગળ જાવા માં જોખમ છે.સિગ્નલ એટલે કંપલસરી છે જ્યારે સાઇન બોર્ડ એ વોલન્ટરી છે… દરેક શાસ્ત્રની પંક્તિ અમારા માટે ક્યારેક સિગ્નલ નું કામ કરે છે , કા તો સાઇનબોર્ડ નું કામ કરે છે…. ઘર માં લેન્ડલાઈન ફોન ની વ્યવસ્થા હોવા છતા મોબાઈલ શુ કામ વાપરો છો , કમસેકમ ઘરમાં તો લેન્ડલાઈન પર વાત કરો,ઘણા ખરાબ કર્યો થી બચી જશો. તમારૂં કહું થતું હોય તો હું અટકાવી શકુ પણ તમે આપઘાત કરવા નીકળ્યા છો…. તમને સો બચવું ?
સુધર્મસ્વામી એ જાંબુસ્વામી ને આ જ વાત કરી… હું મારી વાત નથી કરતો ભગવાન મહાવીર પાસે રહીને જે સંભાળિયું તે હું તમને કહું છું આ સિગ્નેચર છે મન ની ૩ અવસ્થા છે. (૧) મન ઢાળપ્રેમી છે પ્રલોભન આવતાજ પતન પામી જાય છે (૨) મન બારી પ્રેમી છે. ટ્રેન માં બસમાં ટેક્ષી માં મુસાફરી માં બારી પાસે જ બેસવું છે… (૩) મન લારી પ્રેમી.. બહાર નું ખાવાનું મન થાય છે, ઘર માં સારી વસ્તુ હોવા છતાં હોટલ માં જઈને ખાવું છે…૩ પ્રકાર ના મનથી બચશો તો સિગ્નલ, સાંઇનબોર્ડ અને સિગ્નેચર ની વ્યવસ્થા ગમશે….
ગુરુદેવનના પ્રવચન નો અવતીકાળનો વિષય— પ્રશ્નો તમારા ઉત્તર ગુરુદેવના