દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે N.R.C. એટલે કે ન્યુટ્રીશન રીહેબ્લીટેશન સેન્ટર ની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણ જેમાં ૦ થી ૬ વર્ષના જે SAM બાળકોને કોઇપણ જાતની બીમારી હોય તેમજ ભૂખ પરીક્ષણમાં નાપાસ થયેલ હોય. તેઓને CMTC / NRC ખાતે રાત્રી રોકાણ સાથેની સારવાર માટે દાખલ કરાવવા અને સારવાર આપવી. જો બાળક, CMTC / NRC માંથી ડિસ્ચાર્જ થયેલ હોય તો તેઓને C-MAM કાર્યક્રમમાં સીધા દાખલ કરવા માટે ANM / સુપરવાઇઝર સાથે સંકલન, દેખરેખ અને સમીક્ષા કરવાની હોય છે. NRC માં દાખલ તમામ SAM બાળકોની વાલી સાથે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણ સંવાદ કર્યો હતો. ત્યારબાદ આંગણવાડીમાં મળતા બાલશક્તિના પેકેટનો વધારે ઉપયોગ કરવાની સમજ આપવામાં આવી. ત્યાં આવેલ MBBS વિદ્યાર્થીઓને SAM વિષે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓ દાહોદ જિલ્લાના બાળકોને કેવી રીતે SAM માથી MAM અથવા નોર્મલમાં આવે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
DEIC (ડીસ્ટ્રીક અરલી ઇન્ટરવેન્શન સેન્ટર) ની મુલાકાત કરવામાં આવી. ફિજિયોથેરાપી, સ્પીચ થેરાપી જેવી અલગ અલગ થેરાપી વિષે હાજર કર્મચારીઓ સાથે ચર્ચા કરવામાં આવી, અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા.