ઝાલોદના તાલુકાના ગુલતોરાનાં રહીશ માવી રવસિંગભાઈ સવજીભાઈ તા.૧૧/૧૨/૨૦૨૪ ના રોજ તેઓના નિવાસ સ્થાને અચાનક બેભાન થતાં તેઓને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ હતા. જ્યાંથી તેઓને અત્રેની ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે તા.૧૯/૧૨/૨૦૨૪ ના રોજ રીફર કરેલ હતા.
જેઓની CT / MRI વિગેરે દ્વારા તપાસ કરાવતા મગજના ભાગમાં ગાંઠના કારણે લોહી પૂરતા પ્રમાણમાં મગજમાં ન જવાથી તેઓના ઓપરેશન (Aneurysm Clip Surgery) ની કાર્યવાહી ન્યૂરો સર્જન ડૉ.ધીરેન હાડા તથા અને ડૉ. જાહ્નવી ગોહેલ (એનેસ્થેટિક) અને તેઓના સ્ટાફ મારફતે તત્કાલીક હાથ ધરી સફળ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવેલ તેઓ ની તબિયાતમાં સુધારો થતાં આજ તા.૦૮/૦૧/૨૦૨૫ ના રોજ રજા આપવા માં આવેલ છે.