KEYUR PARMAR – DAHOD BUREAU
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે ગત તારીખ ૩૦/૦૭/૨૦૧૬ શનિવારના રોજ આશરે ૧૨:૩૦ કલાકે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના એક કર્મચારી આસ્તિકકુમાર શાંતિલાલ વસૈયા તેમની જ બેંકના પટાવાળા જોડે પોતાની બેંકમાં કેશ ન હોવાથી રૂટિન મુજબ તેમની બેંકનું એકાઉન્ટ ગામડી રોડ પર આવેલ બેંક ઓફ બરોડા હોઈ કેશ રૂપિયા લેવા ગયેલા અને બેંક ઓફ બરોડામાંથી રૂપિયા ૫૦૦/- ના દરની નોટોના કુલ ૬ બંડલ રૂપિયા ૩,૦૦,૦૦૦/- રોકડા પોતાની પાસેની VIP કંપનીની સૂટકેશમાં મૂકી ઝાલોદ તાલુકા પંચાયતના રસ્તે થઈ જલારામ ભોજનલાય વાળા રસ્તેથી બરોડા-ગુજરાત ગ્રામીણ બેંક પાસે આસ્તિકકુમાર વસૈયાએ બાઇક ઉભી રાખી એટલામાં જ બે અજાણ્યા ઇસમો નંબર વગરની બજાજ પલ્સર બાઇક પર આવ્યા હતા જે માંથી ચલાવનારે હેલ્મેટ પહેર્યું હતું અને પાછળ બેઠેલ વ્યક્તિએ પોતાના મોઢા ઉપર કપડું બાંધ્યું હતું તેઓ તે રોકડ ભરેલી સૂટકેશ લઈ બી. એમ. હાઈસ્કૂલ વાળા રસ્તે પોતાની પાસેની બજાજ પલ્સર બાઇક પૂર ઝડપે દોડાવી ભાગી ગયા હતા આ બાબતની જાણ આસ્તિકકુમાર શાંતિલાલ વસૈયાએ ઝાલોદ ટાઉન પોલીસ સ્ટેશને કરી હતી અને P.S.I. કે. ડી. ડિંડોરની સૂચના થી A.S.I. મધુબેને બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ધાડ–લૂંટફાટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.
RAHUL MOTORS