Monday, January 13, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદમાં સહકાર ભારતીનો ૪૮ માં સ્થાપના દિવસની ઉજવણી તથા તાલુકા કારોબારી સમિતિ...

ઝાલોદમાં સહકાર ભારતીનો ૪૮ માં સ્થાપના દિવસની ઉજવણી તથા તાલુકા કારોબારી સમિતિ જાહેર કરવામાં આવી

તા.૧૨/૧/૨૦૨૫ ને રવિવાર ના રોજ સહકાર ભારતી ઝાલોદ તાલુકા દ્વારા સહકાર ભારતી નો ૪૮ માં સ્થાપના દિવસની ઉજવણી તથા તાલુકા કારોબારીની રચના કરવામા આવી. જેમાં દાહોદ જીલ્લા સહકાર ભારતીના સંગઠન પ્રમુખ રમેશભાઈ ગારી, ઉપાધ્યક્ષ સરતનભાઈ ચૌહાણ, મહામંત્રી ભરતભાઈ શ્રીમાળી, સહમંત્રી જયેન્દ્ર તરાલ, સામભાઈ કટારા, રાજેશ ડામોર, ધર્મેન્દ્ર ડામોર, મુકેશભાઇ ડામોર, સુરેશભાઈ ડામોર, પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા ની વિશેષ ઉપસ્થિતિમાં રાખવામા આવી. જેમાં વર્ષ ૨૦૨૪ – ૨૫ ની કારોબારી સમિતિ જાહેર કરવામાં આવી અને સહકાર ભારતીમા ઝાલોદ તાલુકાની બીજી સહકારી મંડળીઓ જોડાય. સહકાર દ્વારા લોકોની સુખાકારી વધે તેવા પ્રયાસો કરવા ઠરાવો કરવામા આવ્યા. જેમાં સમગ્ર ઝાલોદ તાલુકામાંથી મંડળીઓના ચેરમેનો, સભ્યો, સરપંચો, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્ર્મને સફળ બનાવ્યો.

ત્યારબાદ સ્વામિ વિવેકાનંદજીની જન્મ જયંતિ હોય તે નિમિત્તે સહકાર ભારતી ટીમ દ્વારા તેમની પ્રતિમાને માલ્યારપર્ણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ શ્રીમાળીએ કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments