દાહોદ જિલ્લાના ઝાલોદ ઘટક – 3 માં મીરાખેડી – ૧ સેજાના મુખ્ય સેવિકા, BNM સ્ટાફ તથા આંગણવાડી વર્કર દ્વારા કિશોરીઓની મીરાખેડી પોલીસ સ્ટેશન તેમજ સામુહિક કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં થીમ મુજબ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી, ઘરેલુ હિંસા, દહેજ પ્રથા, સામાજિક શોષણ, બાળ લગ્ન, જાતીય સતામણી, ૧૮૧ હેલ્પ લાઈન વગેરે કાયદાઓ વિષે સમજ આપવામાં આવી હતી. એ સાથે સોશિયલ મીડિયાના ગેરફાયદા અંગે પણ કિશોરીઓને સમજ આપવામાં આવી હતી.
સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અને કાયદાઓ આજે અમલમાં છે. જેના દ્વારા સ્ત્રીઓ સ્વમાનભેર પોતાની જિદગી જીવી શકે અને ખરાબ દૂષણોમાંથી બચી શકી છે. સરકાર દ્વારા મહિલા પોલીસ સ્ટેશન / મહિલા અભયમ હેલ્પલાઈન નંબર ૧૮૧, સખી વન સ્ટોપ સેન્ટરો વગેરેની હેલ્પ કેવી રીતે લેવી તે જાણકારી કિશોરીને આપવામાં આવી હતી. વધુમાં પોલીસ અધિકારી દ્વારા કિશોરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે હેતુથી પોલીસ સ્ટેશનની આંતરિક મુલાકાત, કિશોરીઓ સાથે સંવાદ તેમજ અધિકારીઓ દ્વારા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.