THIS NEWS IS SPONSORED BY — SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના આંબાના SRP જવાનની ગર્ભવતી શૌતનનુ પ્રથમ પત્નીએ કરાવ્યુ અપહરણ, SRP જવાનના મોટાભાઈ સાથે મળી પ્રથમ પત્ની એ કરાવ્યુ અપહરણ, પોલીસે જવાનના ભાઈ અને પ્રથમ પત્નીની કરી અટકાયત.
ઝાલોદ તાલુકાના આંબા ગુણેશીયા ફળીયામા રહેતી ગીતાબેનએ લીમડી પોલીસ મથકે તા.૦૮/૦૭/૨૦૨૧ ના રોજ અરજી આપેલ કે તા.૦૮/૦૭/૨૦૨૧ ના રોજ સવારમાં પોતાના પતિની બીજી પત્ની રીનાબેન લીમડી દવાખાને ચેકઅપ માટે ગયેલ અને પતિ SRP મા ફરજ બજાવતો હોઈ હાલ દિલ્હી ખાતે તેની નોકરી હોય તેની પાસે 50 હજાર બેન્ક ખાતામા નાખવાનુ કીધેલ, ત્યારબાદ રીનાબેન ધરે આવેલ નથી. જે અંગે લીમડી પોલીસ મથકે ગુમ થઇ હોવાની આપી હતી ફરીયાદ.
THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA
લીમડી પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ આપનાર વિરુદ્ધ જ શંકા જતા ફરિયાદી ગીતાબેનને યુક્તિ-પ્રયુકિતથી પુછપરછ કરતા તે મનથી ભાગી પડેલ અને પોલીસને જણાવી બેઠી કે મે પોતે જ મારા જેઠ સાથે મળી તેનુ અપહરણ કરાવ્યુ છે. અપહરણ કરવાનુ કારણ જણાવતા ગીતાબેનએ પોલીસને જણાવેલ કે તેના પતિ પંકજભાઇ સાથે પ્રથમ લગ્ન કરેલા અને પોતે ચાર પુત્રીઓને જન્મ આપેલ જેમા એક પુત્રીનુ મરણ થતા 3 પુત્રીઓ હાલ હયાત છે, ત્યારબાદ પતિ પંકજભાઈ દ્વારા પુત્રની પ્રાપ્તી માટે બીજી પત્ની તરીકે રીનાબેનને લાવેલ જેનાથી તેને પુત્રનો જન્મ થયેલ અને ત્યાર બાદ પોતાના પતિના જીવનમા રીનાબેન આવતા પોતાની સાથે લગાવ ઓછો થઈ ગયેલ. બન્ને વચ્ચે વારંવાર ઝગડા પણ થતા આ અંગે પતિને ફરિયાદ કરવા છતા પોતાનુ સાંભળતા ન હતા અને રીનાબેન બીજી વખત ગર્ભવતિ બનતા ગીતાબેનને લાગ્યુ કે જો ફરી રીના ગર્ભવતી થશે અને બાળકને જન્મ આપશે તો મારા સંતાનોને ભાગ ઓછો પડશે. જે અંગે પોતાના જેઠ સાથે મળી રીનાબેનનુ અપહરણ કરવાનુ ષડયંત્ર રચ્યું હતુ.
ગુન્હાને અંજામ કેવી રીતે આપ્યો : આરોપી ગીતાબેન અને જેઠ રમેશભાઇ બન્ને મળીને રીનાને ભગાડી મુકવા સારુ રમેશભાઇ સાથે અમદાવાદ ખાતે મજુરી કરતા મદયપ્રદેશના ભાભરા ગામના અજય સાથે મિત્ર હતો અને અજય રમેશભાઇના ધરે આવતો જતો હોય જેથી રીનાબેનને ઓળખતા હતો. જેથી આ બન્નેએ અજયને આને અહિયાથી અપહરણ કરી લઈ જતા જણાવેલ. જેવી રાત્રીના સમયે ધર નો દરવાજો ખુલ્લો રાખેલ અને નક્કી કરેલ તે મુજબ રીનાબેનને આ ઇસમો આવી અને રાત્રીના અંધારામા બાંધી મધ્યપ્રદેશના ભાભરા ખાતે લઇ ગયેલ.