દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગરમાં સોમવાર ના હાટ બજાર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત ૨૦૨૫ અભિયાન અંતર્ગત ટીબી રોગ વિશે રિક્ષા દ્વારા માઇક પ્રચાર પત્રિકા દ્રારા પ્રચાર પ્રસાર કરવામા આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા ક્ષય અધિકારી ડો.આર.ડી.પહાડીયા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો.તુષાર ભાભોરના માર્ગદર્શનમા કરવામા આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા ટીબી સુપરવાઇઝર અને એમ પી એચ ડબલ્યુ તથા આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રિકા વિતરણ દ્વારા ટીબી રોગ વિશે પ્રચાર-પ્રસાર કરી ને લોકોને જાગૃત કર્યા હતા. આવો સૌ સાથે મળી ને ટીબીને હરાવીએ. “ટીબી હારેગા દેશ જીતેગા”