KEYUR PARMAR BUREAU DAHOD
ભારત સરકારના સર્વે શિક્ષા અભિયાન તથા ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે રૂા.૧.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ફતેપુરા તાલુકાના ગડરા, ડુંગરા,ઝેર, નવાગામ તથા ઉંડાણવાળા ગાંમડાઓમાંથી મજુરી અર્થે બહાર ગામ જતા વાલીઓના બાળકો તથા જેઓના માતા-પિતા નથી, જેણે છત્રછાયા ગુમાવેલી હોય તથા અતિ ગરીબ હોય તેવા વાલીઓના બાળકોમાટે ડુંગર,પ્રાથમિક શાળા ખાતે રહેવા જમવા સાથેની તમામ પ્રકારની સુવિધાવાળી ૫૦ બાળકો રહી શકે તેવા છાત્રાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજય મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે તથા રાજયના પશુપાલન અને ગૈાસંવર્ધન રાજય મંત્રીશ્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આદિવાસી બાળકોના શિક્ષણ માટે નવનિર્મિત હોસ્ટેલનું લોકાર્પણ કરતા કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે આ વિસ્તારમાંથી રોજીરોટી માટે બહાર શહેરો કે જિલ્લાઓમાં જતા વાલીઓના બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે કેન્દ્ર અને રાજય સરકારે નિવાસી છાત્રાલયો શરૂ કર્યા છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. રાજયમાં તમામ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સ્થળાંતર કરતાં વાલીઓના બાળકો કે અનાથ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટેનો કેન્દ્ર અને રાજય સરકારનો મૂળભૂત ઉદેશ છે. ત્યારે જાગૃત થઇ દરેક બાળકને શિક્ષણ અપાવવા માટે સમાજના અગ્રણીઓ, વાલીઓ અને શિક્ષકો પોતાની ફરજો અદા કરશે.તેમ જણાવ્યું હતું.આ વિસ્તારના વિકાસ માટે મંત્રીશ્રી ભાભોરે સાંસદશ્રીની ગાંટમાંથી રૂા. ૧૦ લાખ આપવામાં આવશે તેમશ્રી ભાભોરે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.જી.વ્યાસે તથા આભાર વિધિ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી માલીવાડે કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ અમલીયાર, ફતેપુરા ધારા સભ્યશ્રી રમેશભાઇ કટારા, અગ્રણીઓ અશ્વિનભાઇ, યોગેશભાઇ પારગી, પ્રફુલ્લભાઇ ડામોર, સરપંચશ્રીઓ, સામાજીક કાર્યક્રરો, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રી જશવંતસિંહ ભાભોરનું આગેવાનો, મહાનુભાવો દ્રારા ઉમળકાભેર સ્વાગત કરવામાં હઆવ્યું હતું.