આજે તા.૨૩/૦૬/૨૦૨૨ ને ગુરુવારના રોજ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ આમલીયારની ઉપસ્થિતમાં દાહોદ ખાતે થયો હતો. આ કાર્યક્રમ દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ, ગોવિંદ નગર, ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પ્રદેશ ભાજપામાંથી પ્રતિનિધિ જીવરાજભાઈ ચૌહાણ (પૂર્વ ડેપ્યુટી મેયર – વડોદરા, પૂર્વ પ્રદેશ એસ.સી. મોરચાના અધ્યક્ષ) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ડો. શ્યામા પ્રસાદ મુખરજી વિશે જણાવતાં કહ્યું હતું કે તેઓ વીર હતા અને દેશને સમર્પિત હતા તેમના વિશે જે કહીએ તે ઓછું છે.
આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર, મહામંત્રી નરેન્દ્ર સોની, કનૈયા કિશોરી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, દાહોદ શહેર પ્રમુખ પ્રશાંત દેસાઈ, તાલુકા પ્રમુખ મુકેશ લબના, ઝોન પ્રભારી ભરતસિંહ સોલંકી તથા કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.