ડો. હેડગેવાર સેવા સમિતિ ટ્રસ્ટ, દાહોદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દાહોદ જિલ્લા કાર્યાલય પર આજે ૭૭ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.ટ્રસ્ટના પ્રમુખ પ્રદીપભાઈ જૈન દ્વારા ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગરના અને જિલ્લાના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય ખાતે દર વર્ષે સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક પર્વની ધ્વજવંદન કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવે છે.


