SACHIN RAO – BANASKANTHA
દાંતીવાડા તાલુકામાં નાંદોત્રા ( ઠાકોર વાસ ) જિલ્લા પંચાયત સીટની પેટાચૂંટણી ને લઈને દાંતીવાડા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા હતા ત્યારે આજ રોજ દાંતીવાડા મામલતદાર ઓફિસ ખાતે માટે ગણતરી યોજાતા ભાજપ કાર્યકર્તા રાજુભાઈ જોષીની 319વોટથી જીત થતા ભાજપ પ્રેમીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને રાજુભાઈ જિંદાબાદ જેવા નારાઓથી દાંતીવાડા તાલુકો ગુંજી ઉઠેલ તેમજ રાજુભાઈને ફુલહાર પહેરાવી દાંતીવાડાની જનતાએ વધાવી લિધેલ તેમજ આ પેટાચૂંટણી માં કુલ 19924 નું વોટિંગ થયેલ જેમાં ભાજપ કાર્યકર્તા રાજુભાઈ જોષીને 9889 વોટ , કોંગ્રેસ કાર્યકર્તા નાથુભાઈ અસાણિયાને 9570 વોટ અને નોટામાં 465 વોટનું વોટિંગ થયેલ જેમાં રાજુભાઈ જોષી 319 વોટથી જીત પ્રાપ્ત કરેલ અને રાજુભાઈ જોષી એ જનતાનો આભાર વ્યક્ત કરેલ.
દાંતીવાડા તાલુકામાં નાંદોત્રા ( ઠાકોર વાસ ) જિલ્લા પંચાયત સીટની પેટાચૂંટણીમાંભાજપ ઉમેદવાર રાજુભાઈ જોષીની 319 વોટથી જીત !
RELATED ARTICLES