SACHIN BAROT – BANASKANTHA
દાંતીવાડા તાલુકા યુવા ભાજપ દ્વારા ઠંડી છાછનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું. અંદાજિત 2000 થી 2500 ગ્લાસ છાછ નું વિતરણ કરાયું. છાછના ગ્લાસો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જાતે જ વીણી સ્વચ્છ ભારતનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પડેલ.
દાંતીવાડા તાલુકામાં આવેલ કોલોની ખાતે આજરોજ દાંતીવાડા તાલુકા યુવા ભાજપ દ્વારા ઠંડી છાછનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં અંદાજિત 2000 થી 2500 લોકોએ ઠંડી છાછ નો લ્હાવો લીધેલ તેમજ લોકો દ્વારા ઠંડી છાછ આરોગ્યાંબાદ જે ગ્લાસ રોડ પર ફેંકેલ તે ગ્લાસો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉઠાવી સ્વચ્છ ભારત નું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પણ પૂરું પાડેલ તેમજ આ કાર્યક્રમમાં પી.જે.ચૌધરી, નટુભાઈ ચૌધરી તાલુકા ભાજપ પ્રમુખ, જેન્તીભાઇ બોચાતર, હરજીવનભાઇ, ઈશ્વરભાઈ રબારી તાલુકા ભાજપ મંત્રી, દિનેશભાઈ બોકા દાંતીવાડા તાલુકા યુવા ભાજપ પ્રમુખ, સિધ્ધરાજસિંહ વાઘેલા મહામંત્રી યુવા ભાજપ, ચિરાગભાઈ જોષી, શશીકાંત જાની, ડાહ્યાભાઈ ચૌધરી, અરવિંદભાઈ ઉપસ્થિત રહેલ તેમજ સુંદર આયોજન કરેલ.