KEYUR PARMAR DAHOD BUREAU
દાહોદનાં ગરબાડા બાયપાસ ચોકડી ઉપર આવેલ શો મિલમાં સોમવાર નાં રોજ શોર્ટ સર્કીટથી આગ લાગતા લાકડાની સાઈઝો સાળગી જતા આશરે પાચ લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે જ્યારે દાહોદ નગર પાલિકાનાં ફાયર બ્રિગેટ પાંચ કલાક ની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો
અને પવનના કારણે આગ ઝડપ ભેર પ્રસરી શો મિલમાં પડેલ લાકડું તેમજ લાકડા ની સાઈઝો ને લપેટ માં લેતા શો મિલો નું લાકડું સળગી જવા પામ્યું હતું આગથી જાણ થતા નગરપાલિકા નાં ફાયર બ્રિગેડ નો સ્ટાફ તેમજ બે ફાયર ફાઈટર એક ટેન્કરે પર પાણી માટે બાર ફેરા મારી પાચ કલાક ની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો શોર્ટ સર્કીટ ના અકારણે સો મિલમાં લાગેલ આગથી સો મિલના સંચાલક નારાયણભાઈ રાજાભાઈ પટેલને આશરે પાચ લાખનું નુકશાન થયું હોવાનું જણાવ્યું છે.
