KEYUR PARMAR – DAHOD BUREAU
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ગેંગ રેપમાં આજે પોલીસે 5 આરોપીઓ ને રજુ કરીને 14 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા અને અન્ય આરોપી ને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
આ સંદર્ભે દાહોદ જિલ્લા કલેક્ટર ભવન ખાતે આજે સાંજે 5.00 વાગે પત્રકાર વાર્તા રાખી હતી અને જેમાં જિલ્લા કલેક્ટર એલ.પી. પાડલીયા, પ્રાંત અધિકારી પદ્મરાજ ગામીત,દાહોદ જિલ્લા અધિક્ષક મનોજ નિનામા, મામલતદાર ખરાડી, નાયબ માહિતી નિયામક નલીન બામાણિયા ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આ બંને પીડિતાઓને સરકારી સહાયના રૂપે તાત્કાલિક ધોરણે રૂપિયા 20 – 20 હજારની પ્રાથમિક સહાય આપવાની થાય છે તે આપવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે અને આવા કેસોમાં સરકાર કેસ ચાલી ગયા પછી પીડિતાઓને 3 લાખ રૂપિયા આપતું હોય છે તે કેસ પૂરો થયા પછી આપશે અને વહીવટી તંત્ર આ કેસનું પૂરતું ધ્યાન રાખશે અને આવો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં જ ચાલે તે માટેના પ્રયત્નો કરી આરોપીયોને વહેલી સજા આપવી દાખલો બેસાડશે તેવું જણાવ્યું હતું.