KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય દાહોદનાં LIC ઓફીસર પાસે આવેલ રેડક્રોસ ભવનમાં GST ડીજીટલ ઈન્વીટેશન માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો.
દાહોદનાં ગુજરાતી દિગંમ્બર જૈન સમાજ મહાસંઘ, ધી સહયોગ કો-ઓ. ક્રેડીટ સોસાયટી લિ. અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત સહયોગથી દાહોદના વેપારીઓને GST કાયદાની સરળ સમજણ મળી રહે તે માટે GST સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં માર્ગદર્શક તરીકે વડોદરાથી શ્રી મહાવીરભાઈ જૈન (સુપ્રિટેન્ડ ઓફ એક્સાઇઝ) ઉપસ્થિત રહ્યી GST બાબતે સુચારુ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું. દાહોદ જિલ્લાના ઘણા વેપારીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઉદ્યોગપતિઓ હાજર રહ્યી આ સેમિનારને સફળ બનાવ્યો હતો. અને દરેક વેપારી વર્ગને GSTની સરળ સમજૂતી આપવામાં આવી હતી.