વિરમગામ શહેરમાં વરસાદથી ભરાયેલા પાણી વચ્ચે વૃઘ્ઘની અંતિમયાત્રા નીકળી

0
100

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ શહેરમાં છેલ્લા ઘણાં દિવસોથી વરસાદી વાતાવરણ વચ્ચે સીઝનનો કુલ 340 MM (13.5 ઇંચ) વરસાદ નોંઘાયો છે. ત્યારે વિરમગામ શહેરમાં પડેલા વરસાદ થી નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં છે. ત્યારે આજ રોજ વિરામગામ શહેરમાં સામાસુરીયા વિસ્તારમાં પણ ઢીંચણ સમા પાણી ભરાયાં છે. ત્યારે સામાસુરીયા વિસ્તારમાં રહેતાં નટુભાઈ રાયમલભાઇ ઠાકોર (ઉ.વ.- 50) નું લાંબી માંદગી બાદ આજે અવસાન થતાં તેમના પરીવાર દ્વારા વરસાદી પાણી વચ્ચે સ્મશાન યાત્રા કાઢવા ફરજ પડી હતી, અને વરસાદી વાતાવરણ અને નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી અંતિમ યાત્રા યાત્રા વાનમાં સ્મશાને લઇ જવી પડી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે આવર્ષે વિરમગામ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન પ્લાનનું કાર્ય તેમજ વરસાદી ગટરની સફાઈ ન કરાતાં વિરમગામ શહેરમાં અનેક નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં છે. જે નગર પાલિકાની બેદરકારી છતી કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here