દાહોદના કંબોઈ ગામ પાસે આજે વહેલી સવારે એક પીકઅપ વાન દ્વારા જૈન સાધ્વી તેમજ એક શ્રાવકને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને ટેમ્પા ચાલક સ્થળ ઉપરથી તેઓને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ નાસી ગયો હતો. જે બાબતે જૈન સમાજ દ્વારા દાહોદ જિલ્લા પોલીસવડા ડો. રાજદીપસિંહ ઝાલાને રજૂઆત કરતા દાહોદ જિલ્લા પોલીસવડા ડો. રાજદીપસિંહ ઝાલાએ તાત્કાલિક એકશનનાં ભાગ રૂપે એક ટીમ બનાવી જેમાં 2 Dy.S.P., 8 P.I., P.S.I. અને 40 જેટલા સ્ટાફનાં જવાન દાહોદ જિલ્લાના દરેક રસ્તાઓ ઉપર ફરી વળ્યા અને CCTV ફૂટેજ તપાસ કરતા આરોપી માત્ર ગણતરીના કલાકોમાં ઝડપાયો હતો. અને તેનું નામ આઝાદ અસલમ હોવાનું જણાવ્યું હતું. અને તે દાહોદના જૂના વણકરવાસનો રહેવાસી છે અને તેને અકસ્માત પછી પિકઅપ પોતાના ભાઈને ત્યાં સંતાડી હતી, પરંતુ પોલીસ ટીમે તેને શોધી કાઢી તેના વિરુદ્ધ ફરિયાદ લીમખેડા પોલીસ મથકે દાખલ કરી જેલ ભેગો કર્યો હતો.
દાહોદના કંબોઈ પાસે આજે સવારે પિકઅપ વાનની અડફેટે એક જૈન સાધ્વીજી અને એક શ્રાવકનું મોત, જૈન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું
RELATED ARTICLES