THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આજે તા.૧૭/૦૫/૨૦૨૧ ને સોમવારના રોજ ગૌ રક્ષા દળ દાહોદના અધ્યક્ષ કૃષ્ણકાંત ટાંક (પિન્ટુ કલાલ) ને ખાનગી બાતમી મળી હતી કે દાહોદ કસ્બાના જુના વણકરવાસ વિસ્તારમા એક ઘરમા ગૌ વંશનું કતલ કરી રહ્યા છે. એવી મળેલ બાતમીના આધારે તરત જ પિન્ટુભાઈએ દાહોદના ટાઉન P.I. વી.પી. પટેલને જાણ કરી અને પોલીસે સમય બગાડ્યા વગર તરત જ ઘટના સ્થળ એટલે કે કસાઈના ઘરે રેડ કરી. કસાઈના ઘરની અંદર જોતા એક વાછરડું જીવતું અને એક વાછરડું કપાયેલી હાલતમા મળી આવ્યું હતું.
THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA
આ બનાવ સંદર્ભે આરોપી કસાઈ ગુલામગોશ ઉર્ફે વકીલ અબ્દુલ રજાક કુરેશી પાસેેથી એક ગૌ વંશને કતલ થવાથી બચાવી અને તે ગૌવંશ ને દાહોદની અનાજ મહાજન ગૌ શાળા મા સુરક્ષિત મુકવામા આવ્યું. પરંતુ આવા કસાઈઓને જે લોકો ગૌવંશ પહોંચડે છે. તેમને ઝબ્ભે કરવા જોઈએ કે જેથી દરેક ગૌવંશ કલત થતા બચે.
આ રેડ સફળ બનાવનાર પોલીસ કર્મીઓ, દાહોદ ટાઉન પોલીસ ઇસ્પેક્ટર વસંત પટેલ અને દાહોદ ટાઉન પોલીસ સ્ટાફ ASI મનહરભાઈ વરિયા, કનુભાઈ બામભા, જયદીપભાઈ બારીયા , વીણાબેનનો ખૂબ આભાર.