NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ જીલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના ગોવિંદ નગર ચોક ખાતે નવરાત્રી દરમિયાન ગત બે દિવસ બાળ ગરબાનું આયોજન ગોવિંદ નગર મિત્ર મંડળ દ્વારા રાખવામાં આવ્યું હતું. આ બાળ ગરબામાં આશરે 300 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ ગરબામાં ગરબા ગાવાવાળા, ઓરકેસ્ટ્રાવાળા અને રમવાવાળા પણ બાળકો જ હતા અને બાળકોને ગરબા પુરા થયા બાદ લહાણી આપવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોનો ઉત્સાહ વધારવા માટે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, પ્રવાસન નિગમ ના ડાયરેકટર સુધીર લાલપુરવાલા, દાહોદ નગર સેવા સદન ના પ્રમુખ રાજેશ સહેતાઈ તથા પી. આઈ. આર. એચ. ભટ્ટ તથા સ્થાનિક કાઉન્સીલર રીના પંચાલ, રાકેશ માળી પણ ઉપસ્થિત રહ્યા હતા.