Sunday, January 26, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદના ઝાયડસ સિવિલ હોસ્પિટલ ખાતે 24 કલાક બ્લડબેંકની શરૂઆત : દાહોદ જિલ્લા...

દાહોદના ઝાયડસ સિવિલ હોસ્પિટલ ખાતે 24 કલાક બ્લડબેંકની શરૂઆત : દાહોદ જિલ્લા માટે આશીર્વાદ સમાન

 

 

THIS NEWS IS SPONSORED BY : RAHUL HONDA

દાહોદ ઝાયડસ સિવિલ હોસ્પિટલ દાહોદમાં શરુ થઇ છે ત્યારથી દાહોદમાં અનેક નવીન અને અદ્યતન સુવિધાઓનો લાભ દાહોદ વાસીઓને ઝાયડસ આપવાના સતત પ્રયત્ન કરીને આપી રહ્યું છે. જેના ભાગ રૂપે પહેલા ઈન બિલ્ટ ઓક્સિજન સેવા જેમાં 24 કલાક દર્દીઓને ઓક્સિજન મળી શકે. અને આજે દાહોદ ઝાયડસ ખાતે એક બ્લડબેંકની શરૂઆત કરવામાં આવી હતી અને આ બ્લડબેંકમાં 200 યુનિટ બ્લડ બેગ સ્ટોર કરવાની ફેસિલિટી રાખવામાં આવી છે.

એક્સિડેન્ટના કારણે, અન્ય બીમારીઓના કારણે અને ખાસ કરીને દાહોદ જિલ્લામાં સિકલ સેલના પેશન્ટો વધુ જોવા મળે છે જેમાં લોહીની ઉણપ હોય છે એવા દર્દીઓને લોહીની ખુબ જરૂરીયાત ઉભી થતી હોય છે, અને તદુપરાંત અન્ય બીજા ઓપરેશન વખતે પણ શરીરમાંથી બ્લડ ઓછું થાય તે વખતે જરૂર પડી હોય છે. આ તમામ બાબતોને ધ્યાને રાખી દાહોદ ઝાયડસ સિવિલ દ્વારા દાહોદમાં એક 24 કલાક કાર્યરત બ્લડબેંકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકદમ અદ્યતન સાધનો ઉપલબ્ધ છે જેનાથી હોલ બ્લડમાંથી RED Cell Concentrate, Fresh Frozen Plasma, Platelets, Cryo Poor Lasma, Cryo Precipitates બનાવી અને જરૂરિયાત મંદ દર્દીઓને સારવારમાં આપી અને જીવનું જોખમ ટાળી શકાય અને આ બ્લડ અને બ્લડ કમ્પોનેન્ટ નેશનલ બ્લડ તન્સ્ફ્યુશન કાઉંસિલના ધારા ધોરણ મુજબ પ્રાપ્ત કરી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments