THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
તારીખ 8 માર્ચ 2020 ના રોજ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે ઝાયડ્સના હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ દ્વારા દાહોદના ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વિવિધ ડિપાર્ટમેન્ટના મહિલા કર્મચારીઓ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સિવિલ સર્જન ડો. સંધ્યા જોશી અને ડો. ચારુશીલા રૂકાડીકરણ દ્વારા સ્ત્રી સશક્તિકરણ વિશે મહત્વનો સંદેશો આપી તેમના કામ બદલ બિરદાવવામાં આવ્યા હતા. જેમાં મહિલાઓ માટે પ્રેરણાદાયક ફિલ્મ તથા વિવિધ રમતોનો કાર્યક્રમ રાખી દિવસને ખૂબ જ આનંદિત બનાવવામાં આવ્યો હતો અને દરેક મહિલા કર્મચારીઓને ગુલાબનું પુષ્પ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ સાથે હોસ્પિટલ તેમજ કોલેજના વિવિધ વિભાગોમાં કામ કરતા મહિલા કર્મચારીઓને તેમના શ્રેષ્ઠ કાર્ય બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સીઓઓ ડો. (પ્રો.) સંજયકુમાર, ડીન (પ્રો.) સી.બી. ત્રિપાઠી, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ભરત હઠીલા, જનરલ મેનેજર પ્રકાશભાઈ પટેલ, એચ.આર. ડિપાર્ટમેન્ટના વડા કરનભાઈ શાહ તેમજ સિનિયર મેનેજર મિસ હેતલ રાવની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.