દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ડૉ. વિશાલ શાહ દ્વારા ઉપાધ્યાય મુનિ શ્રી 108 સુદત્તસાગરજી મહારાજના શુભ આશીર્વાદથી તથા ઉપવાસ સરળતાથી અને કોઈપણ અવરોધ વિના પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેઓએ સોલહકરણ મહાવ્રતના ગત રોજ તા.૦૭/૦૯/૨૦૨૫ ના રોજ ૩૧ ઉપવાસ પૂર્ણ થયેલ છે અને આજે તા. ૦૮/૦૯/૨૦૨૫ ને સોમવારના રોજ ૩૨ રોજ પૂરા થશે. તેના ઉપલક્ષ્ય માં તા.૦૮/૦૯/૨૦૨૫ ના રોજ રાત્રીના ૦૮:૩૦ કલાકે ભક્તિ – ગરબા આચાર્ય પુષ્પદંત નિલય મહાવીર શેરી ખાતે રાખેલ છે. તથા અને તેના બીજા દિવસે એટલે કે તા. ૦૯/૦૯/૨૦૨૫ ને મંગળવારના રોજ જૈન દેરાસર મહાવીર શેરીમાં દેવ પૂજન કર્યા પછી બપોરના ૧૨:૦૦ કલાકે ભગવાનને ભોગ લગાવ્યા બાદ તેમના નિજ નિવાસ સ્થાને તેમને પારણા રાખેલ છે.
ડૉ.વિશાલ શાહના આ આકરા ૩૨ ઉપવાસ ની તપશ્ચર્યા કરવા બદલ NewsTok24 નાં એડિટર ઈન ચીફ નેહલ શાહ તથા એક્ઝિક્યુટી એડિટર કેયુર પરમાર અને પુરી ટીમ વતી ખૂબ ખૂબ અનુમોદના