Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદના દર્પણ ટોકીઝ રોડ પર આવેલ સ્વાસ્થ્ય જનરલ હોસ્પિટલમાં શોર્ટસર્કિટના કારણે લાગી...

દાહોદના દર્પણ ટોકીઝ રોડ પર આવેલ સ્વાસ્થ્ય જનરલ હોસ્પિટલમાં શોર્ટસર્કિટના કારણે લાગી આગ

દાહોદ જિલ્લાના દાહોદ શહેર ખાતે દર્પણ ટોકીઝ રોડ પર આવેલ સ્વાસ્થ્ય જનરલ હોસ્પિટલમાં ગત રોજ તા.૧૧/૦૪/૨૦૨૨ ને મંગળવારના રોજ રાત્રીના અંદાજે ૧૦:૩૦ ની આસપાસ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ તુરંત ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ફાયર ફાયટરોએ આ જનરલ હોસ્પિટલના એલિવેશનના કાંચ તોડી પાણીના ફુવારાનો મારો ચલાવતા આગને કાબુમાં લીધી હતી. હોસ્પિટલમાં પેશન્ટો એડમીટ હતા તેમ છતાં સદ્દનસીબે કોઈ જાનહાની કે જાનમાલને નુકસાન થયેલ નથી. આ ઘટનાક્રમમાં શોર્ટસર્કિટ કેવી રીતે થયું તે જાણી શકાયું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments