પ્રાપ્ત માહિતી મુજબ નવાગામ ખાતે ધારાસભ્યની કવોરી પર ભાડેથી ચાલતા એક ડમ્પરએ યુવકને અડફેટે લેતા તેનું મોત થયું હતું. દિવસ દરમિયાન નવાગામ ખાતે બની હતી ઘટના..
મંડાવાવ ગામના 20 વર્ષીય યુવકનું મોત થતા પરિજનોમા રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા પરિજનો ધારાસભ્ય વજુભાઈ પણદાની ઓફિસે પહોંચ્યા હતા અને ગ્રામજનોના તેમની ઓફિસ બહાર ટોળા વળ્યા હતા. આ બાબતની જાણ થતાં જ પોલીસ ઘટના સથળે દોડી આવી હતી. મામલાને કાબૂમાં લીધો હતો. ગામના આગેવાનો ધારાસભ્ય અને પોલિસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.