Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદના નવીન અને અધ્યતન સુવિધાઓથી સજ્જ રેલ્વે સ્ટેશનનું વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ...

દાહોદના નવીન અને અધ્યતન સુવિધાઓથી સજ્જ રેલ્વે સ્ટેશનનું વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન

વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ચ્યુઅલી આજે 26 ફેબ્રુઆરીના રોજ આશરે રૂ. 41,000 કરોડના મૂલ્યના 2,000 થી વધુ રેલ માળખાકીય પ્રોજેક્ટનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. વડાપ્રધાન અંદાજે રૂ. 21,520 કરોડના ખર્ચે દેશભરમાં બાંધવામાં આવેલા 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા

વડાપ્રધાન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂ. 19,000 કરોડથી વધુના ખર્ચે 554 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યા હતા ૫૫૪ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન થયું હતું તે અંતર્ગત રતલામ ડીવિઝનના દાહોદ અને લીમખેડા રેલ્વે સ્ટેશનનું પણ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર ની ઉપસ્થિતિમાં થયું હતું.

દાહોદને દેશના વડાપ્રધાન મોદીએ અનેકો વિકાસના કામો કરી દાહોદને પ્રગતિની પ્રથમ હરોળમાં લાવી અને ઉભુ કર્યું છે, ત્યારે આજે દાહોદના વિકાસમાં એક નવું પીછું ઉમેરાયું છે. જેમો દાહોદના રેલવે સ્ટેશનને એકદમ અધ્યતન બનાવી અને તમામ સુવિધાઓ થી સુસજ્જ કરવામાં આવી રહ્યું છે જેમાં પેહલા ફેઝમાં ₹25 કરોડના ખર્ચે એસ્કેલેટર, અદ્યતન ટિકિટ વિન્ડો, પાર્કિંગ , પ્લેટફોર્મ અને વિશ્રામ ગૃહ નું નવીનીકરણ કરવાનું કામ શરૂ થયું છે અને અન્ય વિકાસના કામો બીજા ફેઝમાં કરવામાં આવશે આમ દાહોદના રેલ્વે સ્ટેશન કરોડોના ખર્ચે અદ્યતન અને ટેકનોલોજી ની સાથે સાથે તમામ સુવિધાઓ થી સુસજ્જ કરવામાં આવશે.

દાહોદ રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદ નગર પાલિકા પ્રમુખ નીરજ દેસાઈ, સુધીર લાલપુરવાલા, જિલ્લા સભ્ય નીરજ મેડા તેમજ રેલવેના અધિકારી ડી.એન મીણા વરિષ્ઠ સિનિયર ઈન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments