THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાને ગર્વ પમાડે તેવો અનેરો પ્રસંગ આજે દાહોદના આંગણે ઉજવાયો. દાહોદ જેવા આદિવાસી જિલ્લાને વડા પ્રધાન મોદી ની મદદ અને ગુજરાત રાજ્ય સરકારના પ્રયાસો થી દાહોદના નિમનળિયા ખાતે ઝાયડસ મેડિકલ કોલેજની ચોથી બેચની શરૂઆત થઈ અને યોજાયો ઓરીએન્ટેશન પ્રોગ્રામ.
દાહોદની આ મેડિકલ કોલેજમાં ચોથી બેચમાં કુલ 200 સીટો ઉપર 200 એડમિશન લઈ અને તમામ વિદ્યાર્થીઓ ગુજરાત અને દેશના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દાહોદ આવી અને કોલેજના પ્રથમ દિવસે આ ઓરીએન્ટેશન ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ નું ઉદ્ઘાટન દાહોદ જિલ્લાના જ લોકલાડીલા સાંસદ જસવંતસિંહ ભાભોરએ દીપ પ્રાગટય કર્યું હતું. આ પ્રસંગે પોતના વક્તવ્યમાં તેઓ જણાવ્યું હતું કે ખરેખર આદિવાસી જિલ્લામાં આટલી મોટી કોલેજ દાહોદ માટે અદભુત સિદ્ધિ છે. અને દાહોદના લોકોએ ગર્વ લેવાની બાબત છે. દાહોદ ઝાયડસના CEOસંજય કુમાર એ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરનો રૂપિયા ત્રીસ લાખના ખર્ચે તૈયાર થયેલ ICU On Wheels એમ્બ્યુલન્સ ડોનેટ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવોમાં કરણસિંહ ડામોર, જિલ્લા પંચાયત પક્ષના નેતા, સુધીર લાલપુરવાળા, ઝાયડસ ફાઉન્ડેશન ના ડિરેક્ટર જે.બી ગોર, ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ના CEO સંજય કુમાર, ઝાયડસના ડીન સી.બી ત્રિપાઠી, CDHO C.R પટેલ, દાહોદના મેડિકલ કાઉન્સિલના ડોકટર્સ , સ્ટાફ અને સ્ટુડન્ટસ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.