Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત શ્રી તરુણસાગર મુનિની સર્વ ધર્મ...

દાહોદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત શ્રી તરુણસાગર મુનિની સર્વ ધર્મ પ્રાર્થના સભા યોજાઈ

 

THIS NEWS POWERED BY: RAHUL MOTERS

દાહોદના ઔડિટોરિયમમાં ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત શ્રી તરુણસાગર મુનિ ની સર્વ ધર્મ પ્રાર્થના સભા યોજાઈ

રાષ્ટ્રીય સંત નું જેમને બિરુદ મળ્યું છે અને ક્રાંતિકારી સંત તરીકે જેઓ ઓળખાયા તેવા મહાન સંત જેમને જૈન સમાજનું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધાર્યું તેવા પરમ જ્ઞાની અને મહાવીર વાણી ના આગ્રહી સંત કાળ ધર્મ પામતા સમગ્ર જૈન સમાજમાં ગહેરા શોક ની લાગણી વ્યાપી હતી સાથે સાથે ઘણા અજૈન આરાધકો પણ શોકમગ્ન બન્યા હતા.

પોતે ધર્મના માર્ગ ઉપર ચાલવું કદાચ હજી સહેલું ગણાય, પણ ધર્મનું પાલન કરી અને તેનું લાખો લોકો પાસે અનુકરણ કેવી રીતે કરાવું તે કળા તેમનામાં એક ગુરુ તરીકે સહજ હતી. અને તેમના કડવા પ્રવચન લોકોના જીવન માટે સ્વાસ્થય વર્ધક દવાની જેમ કામ કરતા હતા, કરી રહ્યા છે અને કરશે.
એવા સંતને દાહોદ નગરના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે સર્વ, ધર્મ કર્મ સમાદર કમિટી તેમજ દાહોદ દિગમ્બર જૈન સમાજ દ્વારા આયોજિત એક પ્રાર્થના સભામાં દાહોદ જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી, જિલ્લા કલેકટર, પ્રવાસન નિગમના ડિરેકટર સુધીર લાલપુરવાલા, નગર પાલિકા ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ તેમજ દરેક સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પ્રાર્થના સભામાં અંજલિ અર્પિ હતી. આ સભામાં દાહોદની ધર્મપ્રેમી જનતા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન સર્વ ધર્મ-કર્મ કમિટીના સભ્ય શેતલ કોઠારીએ કર્યું હતું.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments