Newstok24 – Keyur Parmar – Dahod
દાહોદના પાંદડી ગામે ગઈ કાલે બપોરે પાંદડી ગામની ગુંદ્રી ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં રીસેસમાં બાળકોએ ભોજન લીધા બાદ ફરી વર્ગ શરુ થતા વિક્રમ મહેશ ડામોર ઉ.વ.6, ભાવેશ હીરકા કટારા ઉ.વ.7, સુરેશ હીરકા કટારા ઉ.વ.8, ઉષા લલિત ડામોર ઉ.વ.7, અશોક માલુભાઇ ડામોર ઉ.વ.7 ને ઉલ્ટીઓ થવાનું શરુ હતું. પરંતુ તે બાળકોએ ડરના માર્યા શિક્ષકોને કીધું નહી પરંતુ આ છોકરાઓએ ઘરે આવી ને કહેતા તેઓની તબીયત વધારે બગડે તે પહેલા દાહોદ સિવિલમાં ભરતી કરવામાં આવ્યા હતા આ તમામ વિદ્યાર્થીઓ પાંદડી માળ ફળિયા ના રહેવાસી છે અને પહેલાને બીજા ધોરણમાં અભ્યાસ કરે છે.
દાહોદ સિવિલમાં પત્રકારો આવ્યાની જાણ થતા ગુંદરી વર્ગ પ્રાથમિક શાળાનો સ્ટાફ પર ધસી આવ્યો હતો.અને આ બાબતે દાહોદ સિવિલ હોસ્પિટલમાં દાખલ બાળકોને ફૂડ પોઈઝન હોવાનું કબલ્યું હતું.
શું આ બાબતે જીલ્લા શિક્ષણાધિકારી આ બાબતે યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે ખરા?