દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં કોરોના વાયરસની દહેશત ફેલાઇ છે ત્યારે કોરોના વાયરસને ફલાતો અટકાવવા ગામે ગામ તંત્ર દ્વારા અને સેવાભાવી લોકો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે ફતેપુરા ગામમાં છેલ્લા એક સપ્તાહ કરતા પણ વધું સમય થી ગામને સેનેટાઇઝ કરાય તેવી લોકોની પ્રબળ માંગ ઉઠવા પામી હતી. જેથી આજે તા.૦૨/૦૪/૨૦૨૦ ને ગુરુવારના રોજ ફતેપુરા ગ્રામ પંચાયતના સભ્ય વિશાલભાઇ નાહર અને તેમના સાથી મિત્ર રફીકભાઈ શેખ, ઇરફાનભાઇ ભાભોર, ફિરદોસભાઈ, લાલાભાઇ પંચાલ તથા તેમની ટીમ દ્વારા પોતે અને તેમના મિત્રોએ ફાળો એકત્ર કરી ફતેપુુરા ગ્રામ પંચાયતને ધારાસભ્ય તરફ થી ફાળવવામાં આવેલ ટેન્કરને ઉપયોગમા લઇ તેના પર જનરેટર મશીન અને મોટર ફીટ કરી પાણીમા જરુરી માત્રામાં સેનેટાઇઝર મિક્ષ કરી સમગ્ર ફતેપુરા ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. સમગ્ર ગામને સેનેટાઈઝ કરવાથી લોકોમાં જે ડર અને દહેશતનો માહોલ જણાતો હતો તે ઓછો થયો હોય તેવું જણાઇ રહ્યું હતું. જેથી આ સરાહનીય કામગીરી બદલ ગ્રામજનોએ ગ્રામ પંચાયતના સભ્ય અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.
HomeFatepura - ફતેપુરાદાહોદના ફતેપુરા ગ્રામ પંચાયતના સભ્ય અને તેમની ટીમ દ્વારા સમગ્ર ફતેપુરા નગરને...