દાહોદ જિલ્લાના ફતેપુુુરા તાલુુકાના ઘુઘસ ગામના કનાગરા મહાદેવ ફળિયામાં દીપડો ઘૂસી આવ્યો હતો. તે એક બે જણને ઘાયલ કરતા લોકો દ્વારા દવ સળગાવવામાં આવી હતી. જેથી દીપડો ઉશ્કેરાયો હતો અને તેના બચાવ અર્થે દીપડો વધુ દોડાદોડી કરતા વચ્ચે આવેલ માણસોને વધુ ઘાયલ કર્યા હતા જેથી ફતેપુરા થી 108 બોલાવી અને ઘાયલોને સરકારી દવાખાને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર લીધી હતી અને ડોક્ટરે તેઓને દાહોદ રિફર કર્યા હતા. હાલમાં પાંચ માણસો ને ઘાયલ કર્યા હોય તેવી માહિતી મળેલ છે અને હજુ પણ વધારે માણસો ઘાયલ થયા હોય તેવી સંભાવના છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિકારીઓને જાણ કરી પાંજરું મૂકવાની વ્યવસ્થા કરીશું તેવી માહિતી મળેલ છે.
HomeFatepura - ફતેપુરાદાહોદના ફતેપુુુરા તાલુુકાના ઘુઘસ ગામના કનાગરા ફળિયામાં દીપડાએ હુમલો કરી પાંચ જણને...