“મારી માટી, મારો દેશ” અંતર્ગત “અમૃત કળશ યાત્રા” કાર્યક્રમ આજે દાહોદ તાલુકાના બોરડી ગામે સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
દાહોદ ભારતીય જનતા પાર્ટીના દ્વાર તા.૦૯/૧૦/૨૦૨૩ થી “મારી માટી મારો દેશ” અંતર્ગત દરેક ગ્રામ પંચાયત ખાતે અમૃત કળશ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગ રૂપે આજે દાહોદ તાલુકાના બોરડી ગામે હનુમાનજી મંદિરના પટાંગણમાં અમૃત કળશ રથ પહોંચ્યો હતો અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, જિલ્લા પંચાયત લડેલા, તાલુકા લડેલા શક્તિ કેન્દ્રના સંયોજક, ગામના દરેક સમાજના વરિષ્ઠ આગેવાનો, ગામની બુથ સમિતિ પેજ સમિતિ, સંતો, મહંતો, શિક્ષકો, તલાટી, અલગ અલગ ધાર્મિક સંપ્રદાયના આગેવાનો તથા ગામલોકોને સાથે રહ્યા હતા અને ગ્રામ પંચાયતમાં ઘર ઘર સંપર્ક કરી ચપટી માટી અમૃત કળશમાં ભેગી કરી હતી.
ધારાસભ્ય રથ લઇને ગ્રામ પંચાયતમાંથી એકઠી કરેલી માટીના કળશનું પૂજન કરી, કંકુ, ચોખા ફુલહારથી વધાવી પંચ પ્રતિજ્ઞા કે અમે ભારતને ૨૦૨૪ સુધીમાં આત્મ નિર્ભર અને વિકસિત બનાવવાના સપનાને સાકાર કરીશું. ગુલામીની માનસિકતાને ઉખાડી ફેંકીશું. અને દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું. ભારતી એકતાને સુદ્રઢ કરીશું. અને દેશની રક્ષા કરનારાઓનું સન્માન કરીશું અને નાગરિક હોવાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવીશું લઈ અને ધારાસભ્ય તથા રથનું સ્વાગત કરી અમૃત કળશ અને માટી ગ્રામ પ્રતિનિધિ અને લોકો દ્વારા આપી દેવાઈ હતી અને સાંસદ જસવંતસિંહ અને બચુભાઇ એ માટી અમૃત કળશમાં પધરાવી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, વિસ્તારક પ્રિયાંકભાઈ શાહ, અરવિંદાબેન તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ નેતભાઈ માવી, બોરડીના ગ્રામજનો તથા તાલુકા, જિલ્લાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


