THIS NEWS IS SPONSORED BY –– RAHUL HINDA
હાલ જયારે સમગ્ર દેશમાં 76 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે તા.૧૫/૦૮/૨૦૨૨ ને સોમવાર નાં રોજ 76 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી દાહોદના મુસ્લિમ સમુદાયો દ્વારા અનોખી રીતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દાહોદના તમામ મુસ્લિમ સમુદાયો એ પોત પોતાના વિસ્તારોમા શહેરના અગ્રણીઓના વરદ હસ્તે ધ્વજ વંદન કરાવી એક મહા રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં નાના બાળકો, વડીલો, યુવાઓ જોડાયા હતા. આ તિરંગા યાત્રા દાહોદમાં આકર્ષણનુ કેન્દ્ર બની હતી અને તમામ ધર્મના લોકોએ મુસ્લિમ સમુદાય દ્વારા 76 માં સ્વાતંત્ર્ય દિવસે નીકાળવામાં આવેલ યાત્રાનુ સ્વાગત કરવવામા આવ્યું હતું. જેમાં દાહોદના ગોદીરોડ, હુસેની કમિટી દ્વારા સ્વામી વિવેકાનંદ સર્કલ પર ફટાકડા ફોડી આતીસ બાજી કરી તિરંગા યાત્રા નું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જે યાત્રા દાહોદના મોટા ઘાંચીવાડ વિસ્તારથી નીકળી દાહોદ ના ઠક્કર ફળિયા વિસ્તાર થઈ દાહોદના વિવિધ વિસ્તારોમાં ફરી કસ્બા થઈ મોટા ઘાંચીવાડ ખાતે તિરંગા યાત્રા નું સમાપન કરવામાં આવ્યું હતું.