-
- THIS NEWS IS SPONSERED BY — RAHUL MOTORS
- આજ રોજ દાહોદના રામપુરા મુકામે પદ્મવિભૂષણ આચાર્ય શ્રીમદવિજય રત્નસુંદરસુરીશ્વર મહારાજ સાહેબ સાથે એક પ્રેસ મિટિંગ નું આયોજન થયું
આવતી કાલે તા. 13 .5 . 2018 ના રોજ વહેલી 6.00 વાગે જયારે પદ્મ વિભૂષણ આચાર્ય શ્રીમદવીજય રત્નસુંદરસુરીશ્વર જી મહારાજ સાહેબ દાહોદમાં મંગલ પ્રવેશ કરવાના છે ,ત્યારે દાહોદ ના પ્રિન્ટ મીડિયા તથા લાઈવ મીડિયા ના પત્રકારો સાથે એક પ્રેસ મિટિંગનું રામપુરા ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દરેક મીડિયાના પત્રકારો હાજર રહ્યા હતા.
જ્યારે આચાર્ય શ્રીએ પત્રકારો ને સંબોધતા કહ્યું હતું કે સંસારમાં બે પ્રકાર ની સુગંદ હોય છે .એક ગટર ની અને બીજી અત્તર ની આપડે કેવા પ્રકારનું સુગંદ સમાજમાં ફેલાવાની છે તે કાર્ય પત્રકારો નું છે. તો આપડે ગટર ની સુગંધ ને રહેવા દઈ અત્તર ની સુગંદ ને સમાજના વાતાવરણમાં ફેલાવવા માટે પ્રેરણા આપી હતી.
શ્રીમદ આચાર્યએ કહ્યું હતું કે પુરુષોએ પોતાની બુદ્ધિ અને સ્ત્રીએ પોતાના રૂપનું અભિમાન કડીના કારવું જોઈએ. વ્યક્તિને સુધારીશું તો સમાજ ,રાજ્ય દેશ અને પછી દુનિયા સુધરશે એટલે આપડે પેહલા પ્રત્યેક વ્યક્તિએ સુધરવાની જરૂર છે. સમાજમાં આજકાલ ઇન્ટેલિજેન્ટ ક્રાઈમ થાય છે તે કોણ કરે છે અભણ લોકો ?અજ્ઞાન લોકો ? ના ભણેલા ગણેલા લોકો કેમકે ભણવાનું એકલું જરૂરી નથી એની સાથે સાથે કેરેકટર અને ડિસિપ્લીન નું સિંચન અત્યંત જરૂરી છે. જેનાથી મળતું. તે બાબતે શિક્ષક અને વિદ્યાર્થીઓ તથા તેમના વાળીઓનું દ્રસ્ટાન્ત આપતા કહ્યું હતું કે આજકાલ એક વિદ્યાર્થીને જો શિક્ષક ક્લાસમાં લઢે છે કે સેજ અરે છે તો વાલીઓ શિક્ષકોને લઢવા દોડી જય છે કે કેમ મારા છોકરાને માર્યો. પણ પોતાના છોકરાને એમ નથી પૂછતાં કે મારી શુ ભૂલ છે. એજ છોકરાઓ આગળ જઇ ને માબાપ ને મારે છે ગુંડાગરદી કરે છે. કેમ કે આ ભણેલા ગુંડા બની ગયા છે કોઈએ કાઈ કીધું નથી ને માબાપે પણ કોઈને કાઈ કેહવા નથી દીધું. જો એની જગ્યાએ એજ શિક્ષકને બે લાકડી મારજો મારા દીકરાને કે દીકરીને જો ભૂલ કરે તો એવું કીધું હોત તો આ બધું ના જોવા મળતું. તેઓ એ પોતાની લખેલી બુક નું ઉદાહરણ આપતા કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં એક જજને આ બુક મળી હતી તેઓ જ્યારે મને મળ્યા તો તેઓ એ કહ્યું કે મેં હિન્દીમાં ટ્રાન્સલેટ કરવી છે અને તેઓ જે પણ પતિ પત્ની છૂટાછેડા માટે આવતા તેમને આ બુક આપી દસ દિવસ વાંચી અને આવજો એવું કહેતા જેના પરિણામે તેમના હાથ નીચેના 15 જેટલા છૂટાછેડાના કેસો વિથડ્રો થઈ ગયા હતા. આ જ્ઞાન ની અને સાચી સમાજની શકતિ છે.
વધુમાં આચાર્ય ભગવનતે જણાવ્યું હતું કે તેઓએ દેશમાં સેક્સ શિક્ષણ નો જે અમલ થવાનો હતો તે અટકવામાં ખુજ મોટી ભૂમિકા ભજવી હતી અને તેઓએ રાજ્ય સભામાં આ વિશે એક વિષેશ કમિટી સામે દલીલો પણ કરી હતી અને તે સમય તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ હતા અને તેઓ ના મંત્રી અર્જુન સિંહ , સોનિયાજી, રાહુલ ગાંધી, અડવાણી અને સુષ્મા સ્વરાજે આ બાબતે મને સારો સહકાર આપ્યો હતો અને સૌથી વધુ તો સેક્સ એડજ્યુકેશન રોકવા માટે મને કોઈએ સહકાર આપ્યો હોય તો દિલ્હીમાં મીડિયાએ અને એમનો આજે પણ ખૂબ ખૂબ આભારી છું. મારી દૃષ્ટિએ મીડિયા ની તાકાત આજે પણ હું એક નમ્બર ગણું છું અને તે ધારે તેવો બદલાવ સમાજ માં લાવી શકે છે. બસ સમાજમાં એક સારી સુગંધ વાળા પવન ફેલવાની જરૂર છે.