જેને પોતાના કુળ ની કથા ખબર નથી ,જે પોતાના કુળ ને જાણતો પણ નથી એ જીવતો હોવા છતા પણ એણે મરેલો સમજવો:જયંતિભાઈ શાસ્ત્રી
દાહોદ જિલ્લા મા પ્રથમવાર સૃષ્ટિના રચયિતા ભગવાન વિશ્વકર્મા દાદા ની 7 દિવસની વિશ્વકર્મા પુરાણ કથાનુ રસપાન રામાનંદ પાર્ક દાહોદ મા પ.પુ.જંયતીભાઈ શાસ્ત્રીના સ્વમુખે થઈ રહ્યુ છે. જેમા દાહોદ જિલ્લાના પંચાલ સમાજના લોકો મોટી સંખ્યામા લાભ લઈ રહ્યા છે. ત્યારે આજે વિશ્વકર્મા પુરાણ કથામાં વિશ્વકર્મા ભગવાનના પ્રાગટ્યની ઉજવણી કરવામા આવી હતી. તેમજ શાસ્ત્રીજીએ વાસ્તુ જ્ઞાન વિશે પણ માહીતી આપી હતી. ઘણી બધી સમજવા જેવી વાતો કહી હતી. ભગવાનનો સંકેત છે કે માથાના વાળ સફેદ થયા, હવે તુ નીવરૂત્તી તરફ જા, પણ માણસ ભગવાનની સામે પડ્યો વાળ ધોળા થયા એને કાળા કરવા ફરે છે. જેવી અનેક વાતો શાસ્ત્રીજીએ કરી હતી. વિશ્વકર્મા પ્રાગટ્ય દીનની ઉજવણી કરીને સમાજના સૌ સભ્યો ઉત્સાહિત બન્યા હતા. તેમજ શાસ્ત્રીજી એ દાહોદ ન.પા પ્રમુખ રીનાબેન પંચાલ સહીત અનેક આગેવાનનુ સન્માન કર્યુ હતુ. તેમજ લીમડી જયેશભાઈ બાબુલાલ પંચાલ દ્વારા પં.પુ.જયંતિભાઈ શાસ્ત્રીનુ પાધડી, ચાંદીનું ભોરીયુ પહેરાવી સન્માન કર્યુ હતુ.