Monday, March 3, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદના રોલિંગ સ્ટોક કારખાનાની કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે લીધી મુલાકાત

દાહોદના રોલિંગ સ્ટોક કારખાનાની કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે લીધી મુલાકાત

દાહોદ રેલવે સ્ટેશન ખાતે બપોરના ચાર વાગ્યા ના સમયે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આવ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ

દાહોદ રેલવે સ્ટેશન ઉપર કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનું સ્વાગત દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર, ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તેમજ અન્ય ઉપસ્થિત મહાનુભાવો એ કર્યું હતું, ત્યારબાદ તેઓ રેલ્વે સ્ટેશન ઉપર દશ થી પંદર મિનિટ રોકાઈ અને ત્યાંથી દાહોદ લોકો માટે રોલિંગ સ્ટોક વર્કશોપ ઉપર ગયા હતા. જ્યાં તેમને ફેક્ટરી વિઝીટ કરી હતી અને ત્યારબાદ સીમ્યુલેટરનું ઇન્સ્પેક્શન કર્યું હતું અને પ્રોટોટાઈપ WAG 9HH નું પણ ઇન્સ્પેક્શન કર્યું હતું તેમની મુલાકાત દરમિયાન પત્રકારો સાથે વાતો કરતા તેઓએ જણાવ્યું હતું કે રોલિંગ સ્ટોક વર્કશોપમાં એન્જિન બનાવવાનું કામ વધુ ગતી થી ચાલી રહ્યું છે અને ટુંક સમયમાં કદાચ અમે એન્જીન તૈયાર કરી અને પહેલા એન્જિનની ડીલેવરી માટે તૈયાર હોઈશું અને તે બાબત આપણા દાહોદ જિલ્લા માટે અને વર્કશોપ માટે તેમજ દાહોદની જનતા માટે ગર્વની વાત છૅ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ શુભ અવસરે દાહોદ આવશે તેવી શક્યતાઓ છે

  • Byte – અશ્વીની વૈષ્ણવ કેન્દ્રીય રેલવે મંત્રી
  • Byte – જસવંતસિંહ ભાભોર સાંસદ દાહોદ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments