દાહોદના લીમખેડા – ગોધરા એક્સપ્રેસ વે ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે વિદેશી દારૂ ભરેલી ત્રણ જીપો કરી ઝબ્બે. બુટલેગરોએ જીપ ઉપર નાખવાનો કર્યો પ્રયાસ. તેમ છતાં મધ્ય પ્રદેશના પીટોલ થી દારૂ ભરી ને આવતી જીપોને સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી પાડી.
6 ઈસમોની કરી ધરપકડ, જેમાં 3 દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના, 2 ઈસમો પંચમહાલ જિલ્લાના અને ૧ છોટા ઉદેપુર જિલ્લાનો હોવાનું બહાર આવ્યું છે. આ ઈસમો પાસેથી પોલીસે ₹.10 લાખ 94 હજાર 400 ના વિદેશી દારૂની કુલ 8328 બોટલો, ₹.19 હજારના 10 મોબાઈલ અને ત્રણ જીપની કિંમત ₹.15 લાખ કુલ મળી ₹.26 લાખ 21 હજાર 631 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સમગ્ર કિસ્સામાં મહત્વની વાતએ હતી કે પાઈલોટિંગ જીપ સિવાય અન્ય બે દારૂ ભરેલી જીપોનો નંબર એક સરખો જ હતો. GJ – 16 BK – 531.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ખેપમાં છોટાઉદેપુરની ભિખા રાઠવા ગેંગ હોઈ શકે કારણકે છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાની બોર્ડરના વિસ્તારમાં આ ગેંગ વધુ સક્રિય છે. અનેકો વખત ઝડપાયા છતાં નવા નવા ખેપિયાઓ મારફતે આ ધંધો ધમધમી રહ્યો હોવાનું સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહ્યું છે