Tuesday, June 3, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદના વિશ્રામ ગૃહ રોડ પર હોલી જોલી ગૃપ દ્વારા "હેપ્પી સ્ટ્રીટ" નું...

દાહોદના વિશ્રામ ગૃહ રોડ પર હોલી જોલી ગૃપ દ્વારા “હેપ્પી સ્ટ્રીટ” નું કરવામાં આવ્યું આયોજન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના સ્ટેશન રોડ વિસ્તારના વિશ્રામ ગૃહ રોડ ઉપર આજે તા.૦૧/૦૬/૨૦૨૫ ને રવિવારના રોજ હોલી જોલી ગૃપ દ્વારા “હેપ્પી સ્ટ્રીટ” નું આયોજન કરવામાં આવ્યું.

જેમાં નાના ભૂલકાં થી માંડીને વયોવૃદ્ધ સુધીના તમામ લોકોએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસમાં પોતાના નાનપણ ના દિવસો યાદ કરીને કોઈ શૂન્ય ચોકડી, તો કોઈ સાંપ સીડી, રેલી, દોરડા ફૂડ, રસ્સા ખેંચ, સાત સતોડિયું જેવી રમતો રમી હતી. તો ઘણા નાના ભુલકાઓએ રસ્તા ઉપર ડ્રોઈંગ પણ કર્યું હતું. અને લોકોએ યોગ પણ કર્યા હતા. અને તેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝુંબા ડાન્સ એ સૌ માટે આનંદનું સાધન બન્યું હતું,

આ  “હેપ્પી સ્ટ્રીટ” ના ભવ્ય કાર્યક્રમમાં દાહોદ નગર પાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધા ભડંગ, તથા નગર પાલિકાના કાઉન્સિલરો તથા અન્ય અગ્રણીઓ, બાળકો, મહિલાઓ, પુરુષો અને ઉંમર લાયક વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તથા દાહોદ ટાઉન P. I. દ્વારા ટ્રાફિક ન થાય માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

વધુમાં આવતા રવિવાર એટલે કે તા.૦૮/૦૬/૨૦૨૫ ને રવિવારના રોજ વેકેશનનો અંતિમ રવિવાર પણ છે, તેથી દાહોદની મનોરંજન પ્રિય જનતા માટે હોલી જોલી ગૃપ દ્વારા વેકેશનના અંતિમ રવિવારે નવી જ રમતો દ્વારા મનોરંજન પુરુ પાડવામાં આવશે તેવું હોલી જોલી ગૃપનાં સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments