તા. 21/08/2023ના રોજ દાહોદ ભાજપ કાર્યલય શ્રી કમલમ ખાતે મતદાતા ચેતના અભિયાન ને લઇ જિલ્લા ના કાર્યકર્તા ઓ જોડે એક વર્કશોપનુ આયોજન દાહોદ જિલ્લા પ્રમુખ શંકર અમલિયારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપ નો મુખ્ય ઉદ્દેશ આગામી 2024 માં યોજાનાર લોકસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ બહુમતીથી જીતે અને આપણા યશસ્વી વડાપ્રધાન ત્રીજી વાર દેશનું સુકાન સંભાળી દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન થાય તે માટે આપણે સૌ કાર્યકરતાઓએ એડી થી ચોટી સુધીનું જોર કઈ રીતે લગાવવું તથા છેવાડાના મતદાતા સુધી કઈ રીતે પહોંચવું તેની રૂપરેખાનું માર્ગદર્શન શંકર અમલિયર તથા કનુભાઈ પટેલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, દાહોદ જિલ્લા મહામંત્રી સ્નેહલ ધરીયા તથા નરેન્દ્ર સોની તેમજ જિલ્લાના તમામ મોરચાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.