
દાહોદમાં આજે સરકીટ હાઉસ ખાતે નોટ બંદી મુદ્દે કોંગ્રેસે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં કોંગ્રેસ ના ગુજરાત એકમના ભીખાભાઇ રબારી, AICC ના ઝોનલ પ્રમુખ અને માધ્ય પ્રદેશના કુક્ષીના ધારાસભ્ય સુરેન્દ્ર બઘેલ , દાહોદ ના ધારાસભ્ય વજું પનદા , ગરબાડા ધારા સભ્ય ચંદ્રિકાબેન બારીયા , જિલ્લા પંચાયત ના પ્રમુખ રમીલાબેન ભુરીયા , જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિરીટ પટેલ તથા માજી જિલ્લા પંચાયત ના પ્રમુખ રહ્યા હતા. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં કરાયેલ નોટ બંદી નો વિરોધ કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં જ્વલંત કાર્યક્રમોની રૂપરેખા વિષે પત્રકારોને અવગત કરાવ્યા હતા.નોટ બંદી મુદ્દે આવનાર તારીખ 5 . 8, ને 11 જાન્યુઆરી એ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરતા કાર્યક્રમ કરવાનું હોવાનું પણ જણાવ્યું હતું. અને 5મીએ કલૅક્ટર કચેરીનો ઘેરાવ કરી અને વિરોધ દર્શાવશે તેવું જણાવ્યું હતું. આ સમગ્ર મુદ્દે કોંગ્રેસ ગાંધીનગર ના માજી ધારાસભ્ય c.j.chavda ને નોટે બંદી વિષે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ તો નોટ બન્દિ નો સખત વિરોધ કરે છે.
આ મામલે કુક્ષીના ધારા સભ્ય ને નોટ બંદી વિષે પૂછવામાં આવતા તેઓએ બફાટ કર્યો હતો અને કોંગ્રેસ ને કરપશન નો વિરોધ કરે છે અને બ્લેક મની નો પણ વિરોધ કરે છે એની જગ્યાએ તેઓએ એવું કહ્યું હતું કે કોંગ્રેસ ને કરપશન નો વિરોધ નથી , કૉંગ્રેશને બ્લેક મની નો વિરોધ નથી . તેમને તો નરેન્દ્ર મોદી ના એક એક લીધેલા આ નિર્ણય નો વિરોધ છેતેવો બફાટ કરતા સમગ્ર હોલ માં સન્નાટો છવાઈ ગયો હતો પરંતુ આ ધરા સભ્ય ને હાજી ખબર નહતી કે તેઓ શું બોલ્યા છે ? પરંતુ તેમને એક પત્રકારે આ બાબતે ધ્યાન દોરતા તેઓના પગ તળેથી જમીન ખાંસી ગઈ હતી.
જો આ ધારાસભ્ય સુરેન્દ્ર બઘેલના કેહવા પ્રમાણે કોંગ્રેસને કરપશન નો વિરોધ નથી કાળા નાણાં નો વિરોધ નથી તો કોંગ્રેસ ને વિરોધ સેનો રહયો સારા કામોનો કે વડા પ્રધાન મોદી નો આ એક મોટો પ્રશ્નહવે ઉપસ્થિત થયો છે. ત્યારે કોંગ્રેસ આવનારી 5, 8, અને 11જનયુઆરી એ શેનો વિરોધ કરશે તે જોવાનું રહ્યું.