દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની એક હોટલમાં જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર સાથે મીડિયાના મિત્રોની એક મિલન મુલાકાત યોજાઈ.
આ મિલન મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, પ્રવાસન નિગમના ડિરેક્ટર સુધીરભાઈ લાલપુરવાલા, ભાજપ જિલ્લા મહામંત્રી દીપેશભાઈ લાલપુરવાલા, નગર પાલિકા ઉપપ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈ, મીડિયા સેલના કન્વીનર ધર્મેન્દ્રભાઈ યાદવ (મુન્નાભાઈ યાદવ) તથા સમગ્ર દાહોદ જિલ્લાના પત્રકાર મિત્રો હાજર હતા.
આ મિલન મુલાકાતમાં સુધીરભાઈએ દાહોદ જિલ્લામા કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર દ્વારા અંદાજે ₹.5000 કરોડના કરેલ કામોની માહિતી આપી હતી અને ત્યારબાદ સાંસદ દ્વારા કહેવામાં આવ્યું કે મેં જેટલા પણ કાર્ય કર્યા છે તેમા આપ પણ ભાગીદાર છો. જે આપના સહકાર વગર અધુરો છે તેમ કહી પત્રકાર મિત્રોનો આભાર માન્યો હતો. ત્યારબાદ તેઓએ પત્રકારો જોડે ભોજન લીધું હતું.